Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વડોદરાની પંચવટી રિફાઇનરીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: દંપતી સહીત 6 જુગારીની ધરપકડ

વડોદરા:પંચવટી રિફાઈનરી રોડ પર જયજલારામનગરમાં ચાલતા જુગારધામ પર જવાહરનગર પોલીસે દરોડો પાડીને જુગારીઓને ઝડપી પાડયા છે. આ અંગેની વિગત એવી છે કે જવાહરનગર પોલીસે મળેલી બાતમીના આધારે પંચવટી રિફાઈનરી રોડ પરની જયજલારામ નગર સોસાયટીમાં રહેતા સાજીદ દિલાવરભાઈ બારોટના ઘરે ચાલતા જુગારધામ પર દરોડો પાડયો હતો. મકાનમાંથી ૧. સાજીદ બારોટ ૨. સાજીદની પત્ની શોભના ૩. નાસીર ભીખાભાઈ કુરેશી ૪. અબ્બાસ અહેમદભાઈ કુરેશી (બંને રહે. મસ્જિદવાળુ ફળિયુ ઉંડેરા ગામ) ૫. રવિન્દ્ર સુરેન્દ્રસિંહ રાજપૂત (રહે. સુદામાનગર ગંગાનગરની બાજુમાં ૬. નૂતન કનૈયાલાલ આચાર્ય (રહે. સત્યમ એપાર્ટમેન્ટ ગુજરાત રિફાઈનરી રોડ)ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૧૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્ય છે. ઉલ્લેખનીય છે કે સાજીદ અને તેની પત્ની શોભના જુગારધામ ચલાવતા હતા.

 

 

(5:29 pm IST)
  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • પ્રકાશ જાવડેકરની આગાહી :કર્ણાટકમાં ગબડી શકે છે સરકાર :જાવડેકરે દાવો કર્યો કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચેનું અશુભ ગઠબંધન તૂટશે :બંને પક્ષો તકવાદી રાજનીતિ કરે છે તેવો આરોપ લાગવી જાવડેકરે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે આંતરિક કલહને કારણે કંટક સરકારનું પતન થશે તેમ કહ્યું હતું : જાવડેકરે એમ પણ કહ્યું કે જો કોઈ યોગ્ય વિચાર સાથે ભાજપ પાસે પોતાનું દર્દ લઈને આવે ત તેનું સ્વાગત છે access_time 1:19 am IST

  • ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ : પોલીસ કાફલો ધટનાસ્થળે : કોંગ્રેસના આગેવાનો પણ દોડી આવ્યા : દબાણ હટાવાનુ બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા : નોટિસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો અાક્ષેપ access_time 11:24 pm IST