Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કાલે દેવ ઊઠી એકાદશીઃ શુભમુહૂર્તનો પ્રારંભ

ઠેરઠેર તુલસી વિવાહનું આયોજનઃ લગ્નનું પ્રથમ મુહૂર્ત ૨૦ નવેમ્બરે

અમદાવાદ, તા.૬: આ વર્ષે કારતક સુદ એકાદશી દેવ ઊઠી એકાદશી ભાગીતિથી હોવાથી શુક્રવારે મનાવાશે. એકાદશીનો પ્રારંભ ગુરૂવારે (આવતીકાલે) સવારે ૯.૫૬ કલાકે થતો હોવાથી પ્રબોધિની એકાદશી અને ભીષ્મ પંચક વ્રતનો પ્રારંભ ગુરૂવારે થશે, જયારે તુલસી વિવાહ વૈષ્ણવ હવેલીઓમાં યોજાશે. આવતી કાલથી શુભ મુહૂર્તનો પ્રારંભ થઇ જશે. દેવ ઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નિદ્રામાંથી જાગે છે. ત્યારબાદ જગતના નાથનાં લગ્ન અને ગૃહપ્રવેશ જેવાં લૌકિક કાર્યોનો પ્રારંભ થાય છે. આથી આ વર્ષે એકાદશી ભાગીતિથિ છે. પ્રબોધિની એકાદશીનું વ્રત કાલે થશે, જયારે તુલસી વિવાહ સહિતનાં મંગળ કાર્યોનો પ્રારંભ ઉદયાતિથિ પ્રમાજ્ઞે થશે. એકાદશી પણ બે ગુરૂના સ્વામીત્વના પૂર્વાભાદ્રપદા નક્ષત્રમાં પ્રારંભ થશે પ્રબોધિની એદાશીએ ભગવાન વિષ્ણુએ યોગનિદ્રામાંથી જાગ્યા બાદ દેવતાઓને બોધ આપ્યો હતો. આથી આ એકાદશીને પ્રબોધિની એકાદશી તરીકે શાસ્ત્રમાં વર્ણવી છે. આ વર્ષે એકાદશી બાદ લગ્નનું મુહૂર્ત ૨૦ નવેમ્બર આવે છે., જ્યારે આ વર્ષે ગ્રહણ ભારતમાં ગત વષ કરતા વધારે દેખાય છે., તેની સાથે હોળાષ્ટક અને મીનારક પણ અલગ અલગ હોવાથી નવા વર્ષમાં લગ્નના સીધા આઠ દિવસ ઓછા થાય છે.લગ્નનું પ્રથમ મુહુર્ત ૨૦ મીએ છેલ્લુ મુહુર્ત ૧૨ ડિસેમ્બર ત્યારબાદ મકરસંકાતિ બાદ ૧૮ જાન્યુઆરીથી ૩ માર્ચ સુધી મુહુર્ત છે. પછી હોળાષ્ટક અને ૧૪ માર્ચથી મીનારક છે. જ્યારે  લગ્નનું છેલ્લું મુહુર્ત ૩૦ જુન અષાઢ સુદ દસમ છે.

(4:00 pm IST)