Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વાવાઝોડા પહેલા અને વાવાઝોડા વખતે શું કરવું જોઇએ? ઉપયોગી

આફત સામે પૂર્વ આયોજન એ જ ઉપાયઃ કલેકટર ગાર્ગી જૈન

ખેડા જિલ્લાના નડીયાદ ખાતે કાર્યકારી કલેકટર ગાર્ગી જૈનએ સંભવિત વાવાઝોડા અંગે પૂર્વ તૈયારીની સમીક્ષા કરી માર્ગદર્શન આપેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં એસ.પી. દિવ્ય મિશ્ર અને નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા ઉપસ્થિત છે

રાજકોટ,તા.૬: મહા વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે  ગાર્ગી જૈન, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ખેડા દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને અનુરોધ કરાયો છે. આ તકેદારીના પગલા અનુસાર વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.

 સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

 આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.

 સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.

 ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.

 આશ્રય લઈ શકાય તેવા ઉચા સ્થળો ધ્યાન રાખો.

 સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.

આકાશી વિજળીથી બચવા આટલુ કરો

વીજળી પોતાના માર્ગમાં આવતી કોઈપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે અને ત્રાટકી શકે છે.

ઘરમાં જ રહો અથવા દ્યરની અંદર જતા રહો. વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્ય પણે જરૂર ન હોય તે સિવાય બહાર ન જશો. બારી-બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દૂર રહો- આવી બાબતોમાં ભક, રેડિએટર, ચૂલા ધાતુ ની નળી, સિલ્કને ફોન નો સમાવેશ થાય છે. વાવાઝોડું/તોફાન આવતું હોય તે પહેલાં જ ઉપકરણોના વાયર પ્લગમાંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહી. ટીવી, મ્યુઝિક, મિકચર- બ્લેન્ડર, ઈસ્ત્રી, હેર ડ્રાઈવર અથવા ઈલેકટ્રીક રેઝર જેવા વિદ્યુત ઉપકરણો જેનો સંપર્ક પ્લગ સાથે ચાલુ હોય તેનો ઉપયોગ કરશો નહીં. જો વીજળી તમારા ઘર પર પડે તો તેનો વીજભાર વહન થઈને તમારા સુધી પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલિફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી, બહાર આવેલી ટેલિફોન લાઇનો પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મિકતા હોય તે પૂરતું જ ટેલીફોનનો ઉપયોગ કરો. સિલ્ક, બાથ અને નળ સહિત નળીઓ નો સંપર્ક ટાળો.

ઘરની બહાર હો ત્યારે, વીજળી થી બચી શકાય તેવું આશ્રય શોધો. મકાનો આશ્રય માટે ઉત્ત્।મ ગણાય. પરંતુ આવું કોઈ મકાન આસપાસમાં ન મળે તો તમે કોઈ બખોલ. ખાઈ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય ગણાય નહી. ઊચા વૃક્ષો વીજળીના આકર્ષે છે. વૃક્ષોનો આશ્રય કયારેય લેવો નહીં. જો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. વાહનો વીજળીથી તમને સૌથી સારું રક્ષણ પૂરું પાડી શકે છે. જેનું છાપરું મજબૂત હોય તેવી કાર વાહનમાં રહો. જો આશ્રય ન મળી શકે તો વિસ્તારમાંના ઊંચા માળખામાં આશ્રય લેવો નહીં આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઊંચાઈ થી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય હિતાવહ ગણાય. આસપાસની જમીનના અંદરથી વધુ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાને બદલે છુટાછવાયા વિખેરાઇ જાઓ. ધાતુનું આવરણ ધરાવતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં, બાઈકપ, વિજળી અથવા ટેલિફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજ વસ્તુઓ થી દૂર રહો.

જયારે તમારા માથાના વાળ ઉભા થઈ જાય અથવા ચામડીમાં ઝણઝાણટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેવું સમજવું. તાત્કાલિક નીચા નમી ને કાન ઢાંકી દેવા. જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં, વીજળીનો આંચકો લાગેલી વ્યકિતને જરૂર જણાય તો સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) એટલે કે કુત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા

 જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.

રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

 વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપી આપવી.

દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.

 વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.

ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

(1:15 pm IST)