Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને 5 કરોડનો દંડ ફટકારાયો

આ દંડ વૈધાનિક અનુપાલનમાં ખામીઓને કારણે ફટકારાયો

 

મહેસાણા : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. લોન આપવાના નિયમોમાં બાંધછોડ કરવા બદલ રિઝર્વ બેન્કે દંડ ફટકાર્યો છે.

   મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર કેટલાક લોકોને લોન આપવામાં KYCના નિયમોમાં બાંધછોડ કરાઈ હોવાનો આક્ષેપ છે. રિઝર્વ બેન્કે બેન્કની 31 માર્ચ 2018 સુધીની નાણાકીય સ્થિતિની તપાસ કરી હતી. જોકે રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી કરી હતી કે દંડ વૈધાનિક અનુપાલનમાં ખામીઓને કારણે ફટકારવામાં આવ્યો છે અને કોઇ ટ્રાન્ઝેક્શન કે કરારની માન્યતાને કારણે નહીં.

(12:53 am IST)