Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

યાત્રાધામ અંબાજીમાં દિવ્યાંગ સગીરા છાત્રા સાથે બે નરાધમ શિક્ષકો દ્વારા દુષ્કર્મ : સમગ્ર પંથકમાં ચકચાર

દિવાળી વેકેશન પૂર્ણ થવાનું હોય શાળાએ જવાનું કહેતા બાળકી ગભરાઈ જતા માતા પિતાએ પૂછપરછ કરતા શિક્ષકોનો ભાંડો ફૂટ્યો

 

અંબાજી: કુમ્ભારીયા વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળામાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળકી પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે. આ સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ગત માસે બની હોવાનું સામે આવ્યું છે. બે નરાધમ શિક્ષકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા બાળકીએ આ અંગેની જાણ પોતાનાં વાલીને કરી હતી.

 દિવાળી વેકેશન ટૂંક સમયમાં પૂર્ણ થવાનું હોવાથી આ બાળકીને ફરી શાળાએ જવા માટે કહેવામાં આવતા બાળકી ગભરાઇ જતા માતા-પિતાએ પુછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.અંબાજી પોલીસે બે શિક્ષકો જ્યંતીભાઈ વીરચંદ ઠાકોર તથા ચમનલાલ મૂળાજી ઠાકોર ઉપર બળાત્કાર સહીત પોસ્કો એક્ટ હેડળ ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે. જોકે આ બંને આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે

(12:44 am IST)