Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

નર્મદા ડેમ સંપૂર્ણપણે ૧૩૮.૬૮ મીટર સુધી આ વર્ષે ભરાશે કે કેમ ?: આ વર્ષે ડેમની જળ સપાટી ૧૮.૧૯ મીટર ઓછી

ગત વર્ષે ૫ સપ્ટેમ્બર જળ સપાટી ૧૩૫.૬૮ મીટર હતી આ વર્ષે માંડ હજુ ૧૧૭.૫૨ મીટર પર જ પહોંચી

અમદાવાદ :  સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઇ ગઇ છે તેમ છતાં હજી નર્મદા ડેમ સંતોષકારક ભરાયો નથી. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર જળ સપાટી ૧૩૫.૬૮ મીટર હતી જ્યારે આ વર્ષે માંડ હજુ ૧૧૭.૫૨ મીટર પર જ પહોંચી છે.

 સપ્ટેમ્બર મહિનો શરૂ થયો પણ હજુય નર્મદા ડેમના કૅચમેન્ટમાં વરસાદ જોઈએ તેટલો પડતો નથી. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી ૧૮.૧૯ મીટર ઓછી છે.ત્યારે ડેમ સંપૂર્ણપણે ૧૩૮.૬૮ મીટર સુધી આ વર્ષે ભરાશે કે કેમ ?? તેવા સવાલો ઉઠી રહ્યાં છે 

(12:31 pm IST)