Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે ખેતલા આપા ચોક અને આસપાસની દુકાનો નહિ તોડવાની અરજી હાઇકોર્ટે ફગાવી

ખેતલા આપા ચોકના કારણે વિસ્તારમાં ગંદકી, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા

 

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલા આપા ચોક અને આસપાસની દુકાનોને તોડી પાડવા અંગે વેપારીઓની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. મહાનગરપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. મહાનગરપાલિકા તેમજ સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે ખેતલા આપા ચોકના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સર્જાય છે.

   ગેરકાયદે રીતે ખાનગી મિલકતોમાં પણ વેપાર-ધંધા થઇ રહ્યા છે. બીજી તરફ વેપારીઓએ રજૂઆત કરી હતી કે તેઓ નાના વેપારીઓ છે અને ખાનગી જગ્યામાં કાચા બાંધકામ કરી પોતાના ધંધા-રોજગાર ચલાવી રહ્યા છે. જેના કારણે કોઇ ન્યુસન્સ પણ ઉભું થતું નથી. ખાનગી માલિકીની જગ્યામાં હોવા છતાં મહાનગરપાલિકા તેમની સામે કાર્યવાહી કરી રહ્યું છે. જો કે હાઇકોર્ટે વેપારીઓની અરજી ગ્રાહ્ય રાખી નહોતી.

(10:12 pm IST)