Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વાસદ-વડોદરા માર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે ભિક્ષુકનું સારવાર દરમ્યાન મોત

વાસદ:વાસદ-વડોદરા-આણંદ માર્ગ ઉપર ચાર દિવસ પૂર્વે અજાણ્યા વાહનની ટક્કરે એક ભિક્ષુકને અકસ્માત નડ્યો હતો. શરીરે ગંભીર ઈજાઓ થતા અજાણ્યા શખ્સને વધુ સારવાર અર્થે વાસદ પોલીસે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં આજે સારવાર દરમયાન અજાણ્યા ભિક્ષુકનું મોત થવા પામ્યું છે. 

 


આ અંગે વાસદ પોલીસે તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરેલ છે અને હાલ ભિક્ષુકનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે રાખવામાં આવ્યો છે. મૃતકના વાલી વારસોને વાસદ પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે. 
 

(4:48 pm IST)