Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પેટલાદના શેરપુરા વિસ્તારમાં કાર લઈને બકરાની ચોરી કરવા આવેલ ચાર સાગરીતોને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યા

આણંદ:જિલ્લાના પેટલાદ શહેરના શેરપુરા વિસ્તારમાં કાર લઈને આવેલ બકરાં ચોર ગેંગના ચાર સાગરિતોને સ્થાનિકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા મથક પેટલાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પશુચોર ટોળકી સક્રિય થઈ હતી. વિવિધ વિસ્તારોમાંથી પશુ ચોરીના બનાવો ઉજાગર થયા હતા ત્યારે ગઈકાલે પેટલાદના શેરપુરા વિસ્તારમાં કાર લઈને ચાર શખ્શો આવી ચઢ્યા હતા. જ્યાં વિસ્તારમાં ફરી રહેલ બકરીઓને ચીકુ તથા પારલે બિસ્કીટ નાખી નજીક બોલાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક મહિલાઓને શક પડયો હતો. જેથી તેઓએ અન્ય વ્યક્તિઓને માહિતગાર કરતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને ચારેય શખ્શોને ઝડપી પાડયા હતા. ઉશ્કેરાયેલ લોકોએ ચારેય શખ્શોને સારી  પેઠે મેથીપાક ચખાડયો હતો અને તેઓની કારની તોડફોડ કરી હતી. દરમ્યાન ગટનાની જાણ પેટલાદ શહેર પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચારેય શખ્શોને અટકમાં લઈ તેઓના નામ ઠામ અંગે પુછપરછ કરતા તે અશોકભાઈ ઉર્ફે કાળીદાસ બાબરભાઈ તળપદા, મહેન્દ્રભાઈ ઉર્ફે મહેન ગોવિંદભાઈ તળપદા, શૈલેષ ઉર્ફે વિનોદ વિક્રમભાઈ તળપદા અને મહંમદ ઈકબાલ ઉર્ફે મલેક મહંમદહુસેન મલેક (ચારેય રહે. નડિયાદ) હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે શહેનાઝબાનુ મલેકે પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)
  • ગુજરાતમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા સાજા થયેલ દર્દીઓનો આંક વધી ગયો ગુજરાતમાં આજે મોડી સાંજ સુધીમાં 12545 નવા કોરોના કેસ નોંધાયા, જ્યારે ૧૩૦૨૧ દર્દીઓ સાજા થયા છે, આ સમયગાળામાં ૧૨૩ ના મોત થયા છે access_time 9:41 pm IST

  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • રશિયાની કોરોના વાયરસ વેક્સિન સ્પુટનિકે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે સ્પુટનિક V નું લાઇટ વર્ઝન એક જ ડોઝમાં કોરોના વાયરસનું કામ તમામ કરશે. રશિયાએ કહ્યું કે સ્પુટનિક V નો લાઈટ વર્ઝન ડોઝ એ એક માત્રા કોરોના રસી છે, જે 80% અસરકારક છે. કંપની દાવો કરે છે કે તેનું લાઇટ વર્ઝન વેક્સીન, બે-ડોઝ રસી કરતાં વધુ અસરકારક છે. સ્પુટનિકની આ લાઇટ વર્ઝન રસીને રશિયન સરકારની મંજૂરી પણ મળી છે. access_time 8:09 pm IST