Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ચમનપુરામાં લઠ્ઠાકાંડના મેસેજ વાયરલ થતા દોડધામ પોલીસે તાત્કાલિક દારૂના અડ્ડા ટપોટપ બંધ કરાવ્યા

અમદાવાદ :ચમનપુરામાં લઠ્ઠાકાંડથી ૩ નાં મોતનો સવારે મેસેજ વાઇરલ થયો હતો. જોકે મેસેજ વાઇરલની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક દારૂના અડ્ડા ટપોટપ બંધ કરાવી દીધા હતા. તપાસ કરતા એક રાજકીય ગ્રુપમાં આ મેસેજ વાઇરલ થયો હતો અને તેમાં પોલીસ સહિત સ્થાનિક ધારાસભ્ય સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જો કે ડીસીપીએ તપાસ કરાવતા કોઈ લઠ્ઠાકાંડ ન થયો હોવાનું બહાર આવ્યું અને ખોટો મેસેજ કોઈએ વાઇરલ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. મેસેજ કરનાર સામે કાર્યવાહી કરવા પોલીસે તેની શોધખોળ હાથ ધરી પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સામે આવ્યો ન હતો

શનિવારે સવારે ચમનપુરા વિસ્તારમાં દારૂ નો લઠ્ઠો પીવાથી ૩ નાં મોત થયાના વોટ્સએપ પર સમાચાર વહેતા થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. મેઘાણીનગર અને શાહીબાગમાં દારૂના અડ્ડા ટપોટપ બંધ થઇ ગયાં હતા. જો કે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં આ અંગે સ્થાનિક પોલીસ પાસે રિપોર્ટ માગ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મેઘાણીનગર, ટ્રાફિક એલ ડિવિઝન, સાબરમતી પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનનો વહીવટ બે જુગલ જોડી કરતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જોકે આ અંગે ઝોન 4 નાં ડીસીપી એ જણાવ્યું હતું કે, તપાસ કરાવી કોઈ અજાણ્યા પોલિટિકલ ગ્રુપમાં મેસેજ વાઇરલ થયો હતો આવી ઘટના મેઘાણીનગર કે શાહીબાગમાં બની નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે

(8:48 pm IST)