Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અમદાવાદ:બગોદરા-જિલ્લાના બાવળા હાઇવે નજીક અગાઉ આંગડિયા પેઢીના કર્મચેરને લૂંટી લેનાર ચાર ચોરોને પોલીસે બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

 અમદાવાદ:જીલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થોડા દિવસો પહેલા આંગડીયા પેઢીના કર્મચારીઓની લુંટનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે ચાર થી પાંચ કરોડના મુદ્દામાલની ચોરી અંગે ભોગ બનનાર આંગડીયા પેઢીના માલીકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને આધારે જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસે આંગડીયા લુંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો હતો અને ચાર આરોપીઓને મુદ્દામાલ સહિત ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંગ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા.૨૪ ફેબુ્રઆરીના રોજ અમદાવાદ ખાતે આવેલ અલગ-અલગ બે આંગડીયા પેઢીઓ પટેલ માધવલાલ મગનલાલ તથા અમૃતલાલ માધવલાલના કર્મચારીઓ રાજેશભાઈ પટેલ અને ચેલાજી લાલજી રાજપૂત આંગડીયા પેઢીનો રોકડ તેમજ અંદાજે કિલોથી વધુ સોનું ભરેલ બેગ લઈને સવારે અમદાવાદથી રાજકોટ તરફ બસમાં બેસી જઈ રહ્યાં હતાં તે દરમ્યાન બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા ગામના પાટીયા પાસે કારમાં અંદાજે જેટલાં અજાણ્યા શખ્સો આવ્યાં હતાં અને એસટી બસમાં સવાર આંગડીયા પેઢીના કર્મચારીઓને પોતે આઈટી વિભાગમાંથી આવ્યાં હોવાનું જણાવી છેલ્લા પાંચ વર્ષથી ટેક્ષ ભરપાઈ કર્યો નથી તેમ જણાવી બસમાંથી નીચે ઉતારી કારમાં બેસાડી બંન્ને કર્મચારીઓને બાંધીને સોનાના દાગીના ભરેલ બેગ લઈને નાસી છુટયાં હતાં અને ત્યારબાદ બંન્ને કર્મચારીઓને અન્ય લોકોએ બંધનમાંથી છોડાવ્યા હતાં અને મુક્ત કર્યા હતાં. જે અંગેની જાણ થતાં જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. મામલે આંગડીયા પેઢીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી.

(5:20 pm IST)