Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજપીપળા નજીકના માંગરોળ ગામમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા હોવાથી બેન્ક જતા ગ્રાહકો હેરાન

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળના ગ્રામજનો મોબાઇલ નેટવર્કના ધાંધિયા ને કારણે હેરાન થઇ ગયા છે ત્યારે સરકારની ઓનલાઈનની વાતોમાં નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારના લોકો સર્વરની રામાયણ થી પરેશાન હોય સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદી કિનારે આવેલ માંગરોળ ગામ પ્રગતિશીલ ગામ છે આ ગામમાં. પ્રાથમિક શાળાથી લઇ કોલેજ સુધી ના શિક્ષણ ની વ્યવસ્થા છે ઉપરાંત અહીં નર્મદા નદી ઉત્તરવાહિની હોવાથી આ સ્થળનું ધાર્મિક મહત્વ પણ છે ત્યારે રાજપીપળા થી માત્ર પંદર કિલોમીટર દૂર એવા આ ગામમાં મોબાઇલ કનેક્ટિવિટીના ધાંધિયા છે. ઈન્ટરનેટ સુવિધામાં ધીમી હોવાથી વિદ્યાર્થીઓ અને બેંક ના ગ્રાહકો હેરાન છે ઉપરાંત નદી કિનારે તપોવન આશ્રમ,આઅત્મ જ્યોતિ આશ્રમ રામાનંદી આશ્રમ જેવા મહત્વ મના ધાર્મિક સ્થળ આવેલા છે જ્યાં આવતા શ્રદ્ધાળુઓને પણ ઈન્ટરનેટની તકલીફ  પરેશાન કરે છે ત્યારે એકબાજુ સરકાર અંતરિયાળ ગામોમાં મોબાઇલ કનેકટીવીટી આપવા ની વાતો કરે છે ત્યારે માંગરોળ જેવા ઘણા ગામમાં નેટવર્કમાં સુધારો થાય તેવી ગ્રામજનો ની માંગ છે.

(11:13 pm IST)
  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST

  • દલાઇ લામાએ ભારતીય વેકસીનનો પ્રથમ ડોઝ લીધો access_time 4:00 pm IST

  • અમદાવાદ : ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખો અને મોરચા સેલના હોદ્દેદારો સાથે પક્ષપ્રમુખ સી.આર. પાટીલ, પક્ષના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના આગેવાનોની વર્ચ્યુઅલ મીટીંગમાં તમામ સ્તરેથી વડીલોને વેક્સીનેશન માટે પ્રેરીત કરવા અને જરૂર પડે ત્યા વેક્સીનેશન બુથ સુધી લઈ જવા આદેશ અપાયાનું જાણવા મળે છે access_time 3:27 pm IST