Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવ્યા કેમ ? હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સરપ્રાઈઝ વિઝીટ

કોર્ટ રૂમ પરિસરમાં અચાનક જ કરી મુલાકાત: કોરોના માર્ગદર્શિકાનું પાલન ના થતા ઉધડો લીધો

 

અમદાવાદગુજરાત હાઈકોર્ટમાં કોરોના ગાઈડ લાઈનના પાલન અનુસંધાને હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કોર્ટ પરિસર રૂમમાં સરપ્રાઇઝ વિઝીટ કરી, સૌને અચંબિતકરી દીધા હતા.

ચીફ જસ્ટીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહિ તે અંગે કોર્ટ રુમમાં વિઝીટ કરતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. જે માર્ગદર્શિકાનું ચુસ્ત પાને પાલન કરવાનું હતું તેના બદલે ઉલ્લંઘન થતું જોવા મળતા CJ ઉપસ્થિત સ્ટાફનો ઉધડો લીધો હતો

 બાદમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટ સ્ટાફને ટકોર કરતા કહ્યું હતું કે, સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવ્યા કેમ ? કહી કોવિડના નિયમોનું HCમાં કડકાઈથી પાલન કરવા સૂચના આપી હતી. કોર્ટ રૂમમાં વકીલ સિવાયના અન્ય વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિને આગામી સપ્તાહે પ્રિકોસન ડોઝ અપાશે તેવો નિર્ણય પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે લીધો છે.

(11:53 pm IST)