Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

આણંદમાં નવા બાંધકામની બિલ્ડિંગમાં યુવકનું મોત નિપજતા બિલ્ડરની ધરપકડ

આણંદ:શહેરના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલી સર્વરી હાઇટ્સના બિલ્ડર દ્વારા બહુમાળી બિલ્ડીંગનુ બાંધકામ પૂર્ણ ન કરી લીફ્ટની જગ્યા ખુલ્લી રાખતા થોડા સમય પૂર્વે એક યુવક લીફટની ખુલ્લી જગ્યામાંથી પટકાતા ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યુ હતું. જે અંગે પોલીસે જવાબદાર બિલ્ડર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો બિલ્ડર ઝડપાઇ જતાં પોલીસે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલમા મોકલવાનો હુકમ કરતા આરોપીને સબજેલમાં ખસેડાયો છે.

શહેરના ૧૦૦ ફુટ માર્ગ ઉપર આવેલી બહુમાળી કોમર્શિયલ અને રેસીડેન્શીયલ બિલ્ડીંગમાં ખંભાત ગ્રામ્ય પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ફારૂકમિયાં મલેકે ૨૦૧૬માં ફલેટ ખરીદ્યો હતો.જેનો બિલ્ડર સિરાજ હાજી સહિતના ત્રણ ભાગીદારોએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તે વખતે બે લીફટની સુવિદ્યા કરી આપવાની પણ ખાતરી આપવામા આવી હતી.પરંતુ તેમાં એક જગ્યામા લીફટ ઇન્સ્ટોલેશન નહીં કરી જગ્યા ખુલ્લી રાખેલ. જેથી પીએસઆઇનો ૨૪ વર્ષીય પુત્ર મોહંમદ ફરહાન લીફટની ખુલ્લી જગ્યામાંથી પાંચમા માળેથી પટાકા ગંભીર ઇજાઓના કારણે તેનુ કરૂણ મોત નિપજ્યુ હતું. જેથી બિલ્ડરની બેદરકારીના કારણે પુત્રનુ મોત થતાં સિરાજમિયાં હાજી, અમીનમિયાં કુરેશી, મહેબુબમીયાં, પીરસાબમીયાં મલેક, અહેસાનમિયાં મુસ્તકીમમિયાં, વહીવટદાર અબ્દુલમીયાં મલેકની વિરૂદ્ધમાં શહેર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જેમા સિરાજમિયાં હાજી બાકરોલવાળાને ઝડપી લઇ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી કોર્ટમા  રજુ કર્યો હતો. જેથી કોર્ટે આરોપીને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. 

સુરતના ભટાર વિસ્તારમાં  એક શખ્સને ક્રેડિટકાર્ડ બંધ કરાવવું  ભારે પડ્યું :52 હજાર ગુમાવવાની  નોબત  આવી 

સુરત” ભટાર વિસ્તારમાં રહેતા આરટીઓ એજન્ટે ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર પર કોલ કરી આરબીએલનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતા રૂ. 52,999 ની મત્તા ગુમાવતા ખટોદરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

ભટારની સ્વીટી કો.ઓ. સોસાયટીમાં રહેતા આરટીઓ એજન્ટ અલ્પેશ અમૃતલાલ મહુવાગરા (ઉ.વ. 45) એ ગુગલ પર સર્ચ કરી આરબીએલ ના ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ પુનઃ કસ્ટમર કેર પર કોલ કરતા કોલ રિસીવ કરનારે ક્રેડિટ કાર્ડ લીધો ત્યારે જે રૂ. 600 આપ્યા હતા તે રીફંડ કરવાની કાર્યવાહી કરૂ છું એમ કહી મોબાઇલ હેક કરી આઇસીઆઇસીઆઇના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 19,000 અને એસબીઆઇના એકાઉન્ટમાઁથી રૂ. 24,999 અને બીજી વખત રૂ. 9,999 મળી કુલ રૂ. 52,999 કપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી અલ્પેશે તુરંત જ કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. પરંતુ કોલ રિસીવ કર્યો ન હતો.

(5:24 pm IST)