Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

રાજપીપળા સહિત જિલ્લામાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા એમ્બ્યુલન્સ અને પશુ ચિકિત્સકોની ટિમ તૈનાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી ઉત્તરાયણ પર્વને લઈને દર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓ ધારદાર પતંગના દોરામાં ફસાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે . જેને લઈ આ અબોલા પક્ષીઓના જીવ બચાવવા માટે કરુણા અભિયાન શરૂ કરાય છે, આ વર્ષે પણ રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં તા. ૧૦ જાન્યુઆરીથી તા . ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરાશે

શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર માટે GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરાઈ છે . જેમાં ગ્રામ્ય કક્ષાએ ફરતા દવાખાનાની ટીમ ઘાયલ પક્ષીઓને સારવાર આપશે . ઘાયલ પક્ષીઓની નિ : શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડે પગે તૈનાત રહેશે, જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને લઈને કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાંત વેટરનરી ડૉકટર દ્વારા સારવાર કરી અપાશે . ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે

(11:57 am IST)