Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોનાના કેસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કેસ વધ્યા,પણ હોસ્પિટલાઇઝેશન ઓછું

કોરોનાના વધતા આંકડાઓથી સરકાર તમામ રીતે વાકેફ: તમામ શહેરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

 

અમદાવાદ : ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે આજે 3350 નવા કેસ સામે આવતા સરકાર, તંત્ર, અને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ત્યારે કોરોનાના વધતા કેસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે કોરોનાના વધતા આંકડાઓથી સરકાર તમામ રીતે વાકેફ છે.

  હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે તમામ શહેરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નંબર વધી રહ્યા છે પરંતુ હોસ્પિટલાઇઝેશન ઓછું છે પણ છતાંય તૈયારીના ભાગરૂપે સરકારે તમામ વ્યવસ્થા ઉભી કરી રાખી છે. મહત્વનું છે કે ગૃહ રાજ્ય અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી આજે ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાતના ખેલાડીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા જે બાદ મીડિયાને કરેલા સંબોધનમાં તેમણે કોરોના અંગે પણ નિવેદન આપી સરકાર બધી જ રીતે તૈયાર હોવાની વાત કહી હતી

(12:49 am IST)