Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

બારડોલીના અકોટી ગામની સીમમાં સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ભટકાઈ:કાર ચાલકનું મોત

પુલિયા નજીક એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાય

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામની સીમમાં સ્વીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ થઈ વૃક્ષ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શીંગપુર ગામના સબસીડી ફળીયામાં રહેતો નિકુલ શાંતિલાલ ગામીત(ઉ.વર્ષ 26) શનિવારે સાંજે નંબર વગરની સ્વીફ્ટ કાર લઈને અકોટી થી ઓરગામ જતા રોડ પરથી પસાર થતો હતો તે સમયે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પુલિયા નજીક એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાય હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને કારમાં ફસાય ગયેલા ચાલકને બહાર કાઢી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. સ્થાનિકોએ પરિવારજનોને ફોન કરતા તેનો ભાઈ સહદેવ પણ સ્થળ પર પહોંચ્યો હતો. કાર ચાલક ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પરિવારજનોને પણ કોઈ માહિતી નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતક તેની પત્ની તનુજા, 6 વર્ષનો પુત્ર નિક્ષ અને 3 વર્ષની પુત્રી હેજવી સાથે રહેતો હતો. હાલ પોલીસે મૃતકના ભાઈ સહદેવની ફરિયાદના આધારે નિકુલ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:18 am IST)