Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

કુંવરપુરા નજીક ટ્રકે મોટરસાયકલ ને પાછળથી ટક્કર મારી 02ને ઇજાઓ કરી ટ્રક મૂકી ચાલક ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કુંવરપુરા ગામ નજીક પુરપાટ જઈ રહેલી એક ટ્રકના ચાલકે ટ્રક એક મોટરસાયકલને પાછળથી અથાળતા બે ને ઇજાઓ કરી હતી.
મળતી માહિતી મુજબ અશ્વિનભાઇ મગનભાઇ વસાવા(રહે ભચરવાડા તા-નાંદોદ)ની ફરીયાદ અનુસાર તેઓ તેમના સસરાના કાકરડા ગામથી ભચરવાડા ગામ જતા હતા તે દરમિયાન કુંવરપુરા ગામ પસાર કરતા હતા તે વખતે વૃંદાવન હોટલ નજીક ટ્રક નંબર-GJ-01- BY- 6344ના ચાલકે પોતાની કબ્જાની ટ્રક પુરઝડપે હંકારી લાવી તેમની મો.સા સાથે પાછળથી અથાડી તેમને ઇજાઓ પહોચાડી તેમજ જાગૃતિબેન ને થાપાના ભાગે ફેકચર કરી પોતાની કબ્જાની ટ્રક મુકી નાશી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:12 pm IST)