Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

વેલછંડી ગામના પાટીયા પાસે ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારી 02ને ઇજા પહોંચાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વેલછંડી ગામના પાટીયા પાસે એક બેફામ આવી રહેલી ગાડીએ મોટરસાયકલને ટક્કર મારી બેને ઇજાઓ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે
મળતી વિગતો અનુસાર શૈલેષભાઇ કંચનભાઇ વસાવા (રહે,વાવડી સડક ફળિયુ તા.નાંદોદ_ નાઓ સવારના આશરે અગિયારેક વાગ્યાના સુમારે વાવડી ગામથી વેલછંડી ખાતે જવા માટે નિકળેલ તે વખતે વેલછંડી ગામના પાટીયા પાસે પહોચતા એક ફોર વ્હીલ ગાડી નં.GJ-22-GA- જ0587 ના ચાલકે પોતાના કબ્જામાંનુ વાહન પુરઝડપે હંકારી લાવી તેમની મો.સા.ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી તેમને તથા સંતોકબેન નગીનભાઇ વસાવાને ઈજા પહોચાડતા રાજપીપળા પોલીસે ફોર વ્હીલ ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:10 pm IST)