Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

શહેરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પાંચ દિવસીય યોગ શિબિર

શહેરાની સરકારી વિનયન કોલેજ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે એમઓયુ થયા હતા : શિબિરમાં વિવિધ આસનો, પ્રાણાયામ, સૂર્યનમસ્કારનો અભ્યાસ કરાવાયો

અમદાવાદ : સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પાંચ દિવસીય યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિર માટે યોગ કોચ પદ્માબેન જોશી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

તાજેતરમાં જ શહેરાની સરકારી વિનયન કોલેજ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને સૌ પ્રથમ કોલેજોના અધ્યાપકો માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે પણ એક શિબિરનું આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ યોગ વિશે જાણતા થાય તેમજ પોતાના ગામમાં અને સમાજમાં યોગનો પ્રચાર-પ્રસાર કરે તે માટે આ કોલેજ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કટિબદ્ધ છે.

આ શિબિરમાં વિવિધ આસનો, પ્રાણાયામ, સૂર્યનમસ્કારનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આ શિબિરમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.વિપુલ ભાવસાર, સંસ્ક્રુત વિભાગના અધ્યક્ષ ડો. દિનેશ માછી સહિત 25 સ્ટાફ ગણ તેમજ યોગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે તમામ અધ્યાપકઓએ ખુબ જ સહકાર આપ્યો હતો.

(8:57 pm IST)