Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે ૯૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં ૬૦ ફૂટથી મોટા રસ્તાઓના ૧૮ કામોની મહાપાલિકાની દરખાસ્ત- મુખ્ય મંત્રીરીની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્ય મંત્રી શહેરી સડક યોજના હેઠળ ૯૦ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
અમદાવાદ મહાનગરપાલિકાને ર૦ર૧-રરના વર્ષમાં આ યોજના અંતર્ગત ૬૦ ફૂટ થી મોટા રસ્તાને દુરસ્ત કરવાના ૧૮ કામો માટે આ રકમ ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરી છે
મુખ્ય મંત્રીએ જે ૧૮ કામો માટે આ રકમ મંજૂર કરી છે તેમાં પૂર્વ ઝોનના બે કામો માટે રૂ. ૧૧.પ૦ કરોડ, મધ્ય ઝોનમાં ૪ કામો માટે રૂ. ૧૧.૬૦ કરોડ, પશ્ચિમ ઝોનમાં ૪ કામોના હેતુસર રૂ. ર૩.પ૦ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ર કામો માટે રૂ. ૧૪ કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩ કામોના રૂ. ૧૭.પ૦ કરોડ ઉપરાંત ઉત્તર ઝોનમાં ૩ કામોના રૂ. ૧૧.૯૦ કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે
મુખ્યમંત્રીશ્રીએ જે ૧૮ કામો માટેની મંજુરી આપી છે તે નીચે મુજબ છે
અ.નં. કામનું નામ અંદાજીત રકમ રૂા. લાખમાં  
૧ પૂર્વ ઝોનમાં વિરાટનગર ફુવારાથી એસ.પી. રીંગ રોડ રીસરફેસ કરવાનું કામ ૭૦૦.૦૦  
ર મધ્ય ઝોનમાં ફોરેન્સીક ચાર રસ્તાથી રત્નાસાગર ચાર રસ્તા થઇ રામેશ્વર ચાર રસ્તા સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૩૦૦.૦૦  
૩ મધ્ય ઝોનમાં સજાનંદ સાડી સેન્ટરથી રોહીદાસ ચાર રસ્તાથી કલાપીનગર છેલ્લું બસ સ્ટેન્ડ સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૧૮૦.૦૦  
૪ મધ્ય ઝોનમાં દધીચી બ્રીજથી પોલીસ કમિશનર કચેરી સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૧૩૦.૦૦  
૫ મધ્યઝોનમાં દધીજી બ્રીજથી ઘાસ બજાર થઇ દિલ્લી દરવાજા બી.આર.ટી.એસ. રોડ, દરીયાપુર દરવાજા થઇ પ્રેમ દરવાજાથી દિલ્લી દરવાજાથી દરીયાપુર દરવાજા સુધીનો રીસરફેસ કરવાનું કામ ૫૫૦.૦૦  
૬ પશ્ચિમ ઝોનમાં વાડજ સર્કલથી પલક જંકશન સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ (બી.આર.ટી.એસ. રૂટ) ૩૦૦.૦૦  
૭ પશ્ચિમ ઝોનમાં નારણપુરા ક્રોસીંગથી એ.ઇ.સી. બ્રીજ સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૩૦૦.૦૦  
૮ પશ્ચિમ ઝોનમાં ખોડીયાર માતા મંદિરથી સત્વ બંગ્લોઝથી ચેનપુર ક્રોસીંગ સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૪૦૦.૦૦  
૯ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં શેલ્બી હોસ્પિટલથી પેલેડીયમ ચાર રસ્તા સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૫૦૦.૦૦  
૧૦ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડ્રાફટ ટી.પી. ર૦૪ સરેખજ સાણંદ ટેફ. પી.નં. ૧૮ર/૧થી ૫૧રથી કાકાના ઢાબાને જોડતો રોડ સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૯૦૦.૦૦  
૧૧ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડીયા વોર્ડમાં ક્રિશ્ના હાઇટસથી સાગા રોડ ચાર રસ્તા સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૭૦૦.૦૦  
૧ર ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં ગુરૂકુલ સ્વામિનારાયણ મંદિરથી સુભાષચોક થઇ વિશ્રામનગર સોસાયટી સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૪૫૦.૦૦  
૧૩ ઉત્તર ઝોનમાં બાપ સીતારામ ચોકથી અવની સ્કાય ચાર રસ્તાથી મેવાડા પાર્ટી પ્લોટથી સત્યમ પંપીંગથી અરીહંતનગર કેનાલથી માછલી સર્કલ સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૭૮૫.૦૦  
૧૪ ઉત્તર ઝોનમાં દેવી સિનેમાથી નરોડા સ્મશાન (ખારીકટ કેનાલ) તથા ગેલેક્ષીથી પંચાયત ઓફીસ રોડ સુધીનો રીસરફેસ કરવાનું કામ ર૯૫.૦૦  
૧૫ ઉત્તર ઝોનમાં રાજાવીર સર્કલથી કુબેરનગર ફાટક સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૧૧૦.૦૦  
૧૬ ઉત્તર પશ્ચિમ ઝોનમાં બાગબાન પાર્ટી પ્લોટથી શીલજ બ્રીજ અને શીલજ બ્રીજથી એસ.પી. રીંગ રોડ (શીલજ સર્કલ) સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૬૦૦.૦૦  
૧૭ પૂર્વ ઝોનમાં ગોવર્ધન ગેલેક્ષીથી ફોરચ્યુન સર્કલ થઇ ભક્તિ સર્કલ વાયા સ્વામી નારાયણ મંદિર સુધીનો રોડ રીસરફેસ કરવાનું કામ ૪૫૦.૦૦  
૧૮ પશ્ચિમ ઝોનમાં વિસત જંકશનથી તપોવન સર્કલ સુધીના બન્ને તરફના સર્વિસ રોડ રીકન્સ્ટ્રકટ કરી રીસરફેસ કરવાનું કામ ૧૩૫૦.૦૦  
કુલ સડક યોજના ૯૦૦૦.૦૦

(7:13 pm IST)