Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

વડીયા જકાતનાકા પાસેથી SOG પોલીસે વિસ્ફોટક પદાર્થ સાથે ૧ શખ્સને ઝડપી લીધો :2 વોન્ટેડ જાહેર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેના વડિયા જકાત નાકા પાસેથી એસઓજી ટીમે બાતમીના આધારે એક શખ્શને વિસ્ફોટક પદાર્થ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

  મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકારસિંહના માર્ગદર્શન હેઠળ એસઓજી પી.આઈ.કે.ડી.જાટની સૂચના મુજબ એસઓજી ટીમે બાતમીના આધારે વડિયા જકાતનાકા પાસેથી વિરસિંગ વેચાણભાઇ વસાવા *રહે.રૂઢ,મોરાફળિયા તા.નાંદોદ જી.નર્મદા ) નાઓને ગે.કા. પાસ પરમીટ વિનાનો વિસ્ફોટક પદાર્થમાં ૨૨ સે.મી. લંબાઇ ની જીલેટીન સ્ટીક નંગ -૦૩,મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦ તથા  મોટરસાયકલ નંબર GJ-22  L 5390 કિ.રૂ .૩૦,૦૦૦ મળી કુલ .રૂ.૩૦,૬૮૦ સાથે પકડી પાડ્યો હતો તથા વિશાલભાઇ  સોમાભાઇ વસાવા (રહે.જીતનગર )ના કહેવાથી નર્મદાબેન  સોમાભાઇ વસાવા( રહે.જીતનગર) નાઓએ વિસ્ફોટક પદાર્થ આપી ગુનો કરતા એસઓજી પોલીસે વિરસિંગ વસાવા ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે વિશાલ વસાવા અને નર્મદાબેન વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે.

(11:24 pm IST)