Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં

આગામી ચૂંટણીઓના અનુસંધાને બેઠકોનો ધમધમાટઃ ૧૦ દિવસનું રોકાણ

રાજકોટ, તા. ૫ :. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે 'અકિલા'ને જણાવ્યુ હતુ કે રાજીવ સાતવજીનું આજે ગુજરાતમાં આગમન થયુ છે અને તેઓ ગુજરાતમાં ૧૦ દિવસ રોકાશે.

આગામી ચૂંટણીઓના અનુસંધાને તેઓને બેઠકોનો ધમધમાટ કરશે અને લગભગ સૌરાષ્ટ્રના પ્રવાસે આવે તેવી પણ શકયતા છે.

(3:23 pm IST)
  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST

  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST