Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

તલોદમાં અજાણ્યા ટ્રકે નજીક નજીકના અંતરે 6 ગાયોને હડફેટે લીધી: 5 ઘટનાસ્થળેજ કાળનો કોળિયો બની: એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તલોદ: નગર વિસ્તારનો વિકાસ પથ આજે એક અજાણ્યા ટ્રકે નજીક નજીકના અંતરે કુલ 6 ગાયોને અડફેટે ચડાવી કચડી નાંખી હતી. જે પૈકીની 5 ગાય ઘટના સ્થળે કાળનો કોળીયો બની ગઇ હતી. જ્યારે એક ગાયને ભારે ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તત્કાળ પશુ ચિકિત્સકની ટીમની સારવાર આપવાની ફરજ પડી હતી. એક સાથે 5 ગાયોને મોતને ઘાટ ઉતારી દઇને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાથી તાલુકાભરના જીવદયા પ્રેમીઓમાં ભારે વ્યથાની લાગણી ઉદ્ભવી છે.

તલોદ-મોડાસા રોડ ઉપરના તલોદના વિકાસપથ ઉપર ઘટેલી ઘટનાની વિગત એવી છે કે ઘણા સમયથી તલોદ નગરના રોડ માર્ગો રઝળતી ગાયો માટે વિરામના સ્થળ બની ચુક્યા છે. આવી રસ્તે રઝળતી ગાયોથી શિંગડે ચડાવીને જીવલેણ બનાવોને હકિકતમાં ફેરવી દીધા છે. 'ધણી વગરના ઢોર'ની જેમ અહીં તહીં ભટકતી ગાયોએ તેના મૂળ માલિકો સવારે છુટી મુકીને સાંજે પરત મેળવે છે... તે જે પણ હોય તે... આવી રસ્તે માર્ગમાં અડ્ડા જમાવીને બેઠેલી ગાયોને રોડ ઉપરથી હટાવી દેવાનું અને તેના મૂળ માલિક સુધી પહોંચવાનું નગર પાલિકાનું કામ પાલિકા ચુકી ગઇ જઈ રહી છે. એક ગંભીર સમસ્યા છે જે સામે પાલિકા આંખ મિચાંમણા કરે છે ને આખરે આવા અકસ્માતોમાં પરિણમે છે.

(5:52 pm IST)