Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ગાંધીનગર નજીક રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતી ટોળકીનો આતંક: વૃધ્ધાના પર્સમાંથી 22 હજારની રોકડ સહીત સોનાની બુટ્ટીની ઉઠાંતરી

ગાંધીનગર: શહેર આસપાસ રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતી ગઠીયા ટોળકીનો આતંક વધી રહયો છે ત્યારે ગઈકાલે સાંજે અડાલજથી સરગાસણ આવવા માટે રીક્ષામાં બેઠેલા કલોલના વૃધ્ધાના પર્સમાંથી ગઠીયાઓ રર હજાર રોકડા અને ર૦ હજારની સોનાની બુટ્ટી સેરવી ગયા હતા. ઘરે પહોંચેલા વૃધ્ધાને અંગે જાણ થઈ હતી. જો કે સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વિસ્તારમાં રીક્ષા ટોળકીનો આતંક દુર કરવા પોલીસે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોની સાથે ગઠીયા ટોળકી પણ સક્રિય થઈ છે અને તેમાં પણ ખાસ કરી અડાલજ પંથકમાં મુસાફરોને રીક્ષામાં બેસાડીને ટોળકી તેમના કિંમતી માલસામાનની ચોરી કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ટોળકી વિસ્તારમાં તરખાટ મચાવી રહી છે ત્યારે પોલીસની પકડમાં આવી નથી. ગઈકાલે સાંજે આ ટોળકીએ કલોલના વૃધ્ધાને નિશાન બનાવ્યા હતા. ઘટનાની મળતી વિગતો પ્રમાણે કલોલમાં રહેતા આ વૃધ્ધા સરગાસણમાં આવવા માટે નીકળ્યા હતા તે દરમ્યાન અડાલજથી રીક્ષામાં સરગાસણ ચાર રસ્તા પાસે ઉતર્યા હતા. જે સમયે આ રીક્ષામાં સવાર ગઠીયાઓએ આ વૃધ્ધાના પર્સમાંથી રર હજાર રૂપિયા રોકડા અને ર૦ હજારની કિંમતની સોનાની બુટ્ટી ચોરી લીધી હતી. 

(5:48 pm IST)