Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

હવે ફટાફટ પી.યુ.સી. કેન્દ્રો ખુલી શકશેઃ શરતો હળવી કરતી સરકાર

નવા ૯૦૦ કેન્દ્રો ખુલવાના લક્ષ્યાંક સામે માત્ર ૧૦૦ અરજીઓ જ આવતા નિયમમાં છૂટછાટ

રાજકોટ, તા. ૫ :. રાજ્ય સરકારે વાહનોના પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટીફીકેટ માટેના કેન્દ્રો ખોલવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે આ કેન્દ્રો સરળતાથી ખોલી શકાશે. રાજ્યમાં સેંકડો વાહનો પી.યુ.સી. વગરના છે તે સર્ટીફીકેટ સરળતાથી મેળવી શકશે.  સરકારે ટ્રાફીકના નવા નિયમો અમલમાં મુકયા પછી પી.યુ.સી. કેન્દ્રો પર વાહનોની લાઈનો જોઈ નવા ૯૦૦ કેન્દ્રો ખોલવાની જાહેરાત કરેલ. તેના માટે અરજીઓ મંગાવેલ. રાજ્યમાંથી માત્ર ૧૦૦ જ અરજીઓ આવેલ. પી.યુ.સી. કેન્દ્ર માટે જગ્યાની માલિકી સહિતની શરતો આકરી હોવાથી ધંધાર્થીઓએ ઓછો રસ દાખવ્યાનંુ સરકારને માલૂમ પડેલ. આ પરિસ્થિતિ ધ્યાને લઈ રાજ્ય સરકારે પી.યુ.સી. કેન્દ્ર ખોલવાના નિયમોમાં છુટછાટ મુકી છે. હવે અમુક ડોકયુમેન્ટમાંથી મુકિત આપવામાં આવી છે. તેમજ અમુકમા માત્ર બાંહેધરીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સરકાર સાંજ સુધીમાં આ અંગેની સત્તાવાર વિગત જાહેર કરે તેવા નિર્દેશ છે.

(3:35 pm IST)