Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજપીપળા શહેર માં અચાનક વાતાવરણ માં પલટો આવતા જોરદાર વરસાદી ઝાપટું:૧૯ મી.મી.વરસાદ

રાજપીપળા શહેરમાં વરસાદી ઝાપટું પડતા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા:વીજ પોલ પર વાયરો તૂટી પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક અઠવાડિયાથી રાજપીપળા શહેરમાં અતિશય ગરમીના કારણે લોકો શેકાયા હતા. શનિવારે બપોરે અચાનક વાતાવરણ માં પલટો આવતા જોરદાર વરસાદી ઝાપટું પડ્યું જેના કારણે ગરમીમાં થોડીક રાહત થઈ હતી પરંતુ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

 વરસાદી ઝાપટું પડતાજ શહેરમાં વીજળી ગુલ થઈ જેમાં સંતોષ ચાર રસ્તા પાસેના ઇલેક્ટ્રિક પોલ પર થી વાયરો તૂટી પડ્યા હતા તેમજ પંચવટી ફીડર પર પણ ફોલ્ટ થતા લાઈટો બંધ થતાં વીજ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા.તંત્રના આંકડા મુજબ વીસેક મિનિટ પડેલા આ વરસાદી ઝાપટા માં નાંદોદ માં ૧૯ મિમી વરસાદ જોવા મળ્યો હતો.

(1:17 am IST)
  • 2024ની સાલ સુધીમાં અમેરિકાની નાસા સંસ્થા ચંદ્રની ભૂમિ ઉપર પ્રથમ મહિલા અવકાશ યાત્રીને ઉતારવા માગે છે . જેથી ૨૦૨૮ સુધીમાં ચંદ્ર ઉપર વસાહત ઉભી કરવાનું મિશન સફળ થઈ શકે. ભવિષ્યમાં મંગળ ગ્રહના સંશોધન માટે ચંદ્ર ઉપર વસાહત સર્જવા માટે ઉપયોગી બનશે તેવું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. access_time 8:18 pm IST

  • પોરબંદરમાં ૧૨ કલાકમાં ૧૦થી ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો : પોરબંદર શહેરમાં બપોરના બાર વાગ્યાથી રાત્રિના ૧૨ વાગ્યા સુધી 10 ઇંચ : રાણાવાવમાં નવ ઈચ વરસાદ અને કુતિયાણામાં સાત ઇંચ વરસાદ પડ્યો access_time 12:56 am IST

  • કચ્છના ભચાઉમાં નોંધાયો ભૂકંપ : સાંજે 5:11 કલાકે આવ્યો ભૂકંપ : ભચાઉથી 14 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં નોંધાયું એપિસેન્ટર : 4.2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો access_time 5:49 pm IST