ગુજરાત
News of Saturday, 4th July 2020

રાજપીપળા શહેર માં અચાનક વાતાવરણ માં પલટો આવતા જોરદાર વરસાદી ઝાપટું:૧૯ મી.મી.વરસાદ

રાજપીપળા શહેરમાં વરસાદી ઝાપટું પડતા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા:વીજ પોલ પર વાયરો તૂટી પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક અઠવાડિયાથી રાજપીપળા શહેરમાં અતિશય ગરમીના કારણે લોકો શેકાયા હતા. શનિવારે બપોરે અચાનક વાતાવરણ માં પલટો આવતા જોરદાર વરસાદી ઝાપટું પડ્યું જેના કારણે ગરમીમાં થોડીક રાહત થઈ હતી પરંતુ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

 વરસાદી ઝાપટું પડતાજ શહેરમાં વીજળી ગુલ થઈ જેમાં સંતોષ ચાર રસ્તા પાસેના ઇલેક્ટ્રિક પોલ પર થી વાયરો તૂટી પડ્યા હતા તેમજ પંચવટી ફીડર પર પણ ફોલ્ટ થતા લાઈટો બંધ થતાં વીજ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા.તંત્રના આંકડા મુજબ વીસેક મિનિટ પડેલા આ વરસાદી ઝાપટા માં નાંદોદ માં ૧૯ મિમી વરસાદ જોવા મળ્યો હતો.

(1:17 am IST)