Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

મધરાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો :લોકો ઘરની બહાર દોડ્યા 10 સેકન્ડ સુધી અનુભવાયો

સાબરકાંઠા,અંબાજી , ખેડબ્રહ્મા અને હિંમતનગર સહિતના કિલ્લાઓમાં ધરા ધ્રુજી :અમદાવાદમાં પણ આંચકો અનુભવાયાનો અહેવાલ

અમદાવાદ ;આજે મોડીરાત્રે ઉત્તર ગુજરાતમાં રાતે 10 વાગ્યાની આસપાસ ભુકંપનો આંચકો અનુભવાતા લોકોમાં નાસભાગ મચી હતી. સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભુકંપના આંચકા અનુભવાયો હોવાનું લોકો જણાવી રહ્યાં છે, અંબાજીમાં લોકો ભુકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

   મળતા અહેવાલ મુજબ સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે ચારની તિવ્રતાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

 

(11:47 pm IST)