Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ક્રિકેટના તમામ ચાહકો માટે ડિસ્કિયાવ કપ લોન્ચ કરાયો

ડીટીએચના ઈતિહાસમાં અનોખી સ્પર્ધાઃ મેચમાં વિજેતા જણાવો અને ૩૦ ટકા સુધી ખાતરીદાયક કેશ બેક જીતો : મફત એક વર્ષના રિચાર્જનું ભવ્ય ઈનામ

Alternative text - include a link to the PDF!

અમદાવાદ,તા. ૫: સબ્સ્ક્રાઈબરોને ગુણવત્તાયુક્ત અને સહભાગી કરતી કન્ટેન્ટ પૂરી પાડવાના તેના પ્રયાસોને ચાલુ રાખતાં ડિશટીવી ઈન્ડિયા લિમિટેડે વર્લ્ડ કપ ફીવરના લાભ લેતાં ડિસ્કિયાવ કપ- વિનર બતાઓ, વિનર બન જાઓ સ્પર્ધા લોન્ચ કરી છે. આ સ્પર્ધાનું લક્ષ્ય બધા ક્રિકેટ ચાહકો સુધી પહોંચવાનું અને તેમને આકર્ષક ઈનામો જીતવાની તક આપવાનું છે. સર્વ નવા અને મોજૂદ ડિશટીવી અને ઝિંગના સબ્સ્ક્રાઈબરો આ સ્પર્ધા માટે પાત્ર છે. ડિસ્કિયાવ કપ સ્પર્ધા દરેક સહભાગીને અચૂક વરતાર આપવા માટે તેમના આગામી રિચાર્જ પર ૩૦ ટકા સુધી કેશબેક જીતાડી શકે છે. દરેક મેચમાં ટોપ ૧૦ ઝડપી વરતાર આપનારને રોજના ધોરણે ૧ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે અને સ્પર્ધાના ટોચના ૧૦ ઝડપથી વરતારો આપનારને તેમના વર્તમાન સબ્સ્ક્રિપ્શનને આધારે ડિશટીવીનું એક વર્ષનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. ઉપરાંત બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા અને મહત્તમ સહભાગ કરવા માટે વિવિધ રીતો લાવી છે. ઉપભોક્તાઓ તેમના વરતારો રિમોટ પર લાલ બટન, બઝ ચેનલ, વેબ અથવા ડિશ ટીવી એપ થકી સુપરત કરીને ભાગ લઈ શકે છે. દરેક ક્રિકેટ ટીમને દરેક મેચના દિવસે મિસ્ડ કોલ નંબર એસાઈન કરાશે, જે પછી સહભાગીઓએ તેમના નોંધણીકૃત નંબર પરથી મિસ્ડ કોલ આપીને વિજેતાનો વરતાર આપવાનો રહેશે. ઉપરાંત સહભાગીઓ મેચ શરૂ થવા પૂર્વે એકથી વધુ વાર તેમના વરતારો બદલી પણ શકે છે. જોકે સ્પર્ધા માટે છેલ્લો વરતાર જ ધ્યાનમાં લેવાશે. ડિસ્કિયાવ કપ સ્પર્ધા પર બોલતાં ડિશ ટીવી ઈન્ડિયા લિ.ના માર્કેટિંગના કોર્પોરેટ હેડ શ્રી સુખપ્રીત સિંહે જણાવ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપમાં વધતી રુચિ બ્રાન્ડ માટે ગ્રાહકોને સહભાગી કરવા અને તેમને રમત માટે તેમનો ટેકો દર્શાવવા માટે અભિમુખ બનાવવા મુખ્ય પ્રેરક છે. દેશભરમાં લાખ્ખો ચાહકોને એકત્ર લાવતો આ ભવ્ય મહોત્સવ છે. ડિશ ટીવીમાં અમે હંમેશાં વ્યુઈંગ એક્સપીરિયન્સ બહેતર બનાવવાની રીત જોતા હોઈએ અને અમારા દર્શકો માટે રોમાંચક અવસરો જીવંત કરવા માગીએ છીએ. આવા સંજોગોમાં ડિસ્કિયાંવ કપ રજૂ કરીને અમારા ગ્રાહકો અજોડ રીતે ક્રિકેટ વર્લ્ડ કપનો હિસ્સો બની શકે અને ખાતરીદાયક ઈનામો સાથે પોતે વિજેતા પણ બની શકે છે. બધા ચાહકોને તેમના ટીવી સ્ક્રીન સાથે જકડી રાખવા માટે આ વર્ષે અગાઉ ડિશ ટીવીએ ત્રણ મહિના માટે રૂ.૧૨૭૦ વત્તા કર સાથે ક્રિકેટ પ્રેમીઓ માટે નવી એક્વિઝિશન ઓફર ભારત ક્રિકેટ કોમ્બે રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત પાંચ મેચો માટે અચૂક વરતાર આપનાર સહભાગીઓને ૧૫મી ઓગસ્ટ,૨૦૧૯ના અથવા તે પૂર્વે આગામી રિચાર્જ પર ૧૦ ટકા કેશબેક મળશે.

(10:01 pm IST)