Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બરવાળાના રોજીદ પાસે અજાણ્યા વાહન અડફેટે રાહદારી આધેડને ઇજા:ચાલાક નાશી છુટયો

ધંધુકાના છસીયારીના ગણપતભાઈ ઝાલાને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા

બરવાળા :તાલુકાના રોજીદ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા આધેડને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા અકસ્માત બાદ વાહન ચાલાક નાશી ગયો હતો.

  મળતી વિગત મુજબ બરવાળા -ધંધુકા હાઈવે ઉપર આવેલ રોજીદ ગામ પાસે બપોરના સુમારે ધંધુકા તરફથી ચાલીને બરવાળા તરફ આવી રહેલા રાહદારી ગણપતભાઈ લધુભાઈ ઝાલા (રહે.છશીયાણા,તા.ધંધુકા )ને અજાણ્યા વાહન ચાલક દ્વારા અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે બરવાળા સી.એચ.સી.ખાતે ખસેડવામાં આવ્યા હતા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે આ બનાવ અંગે બરવાળા પોલિસને જાણ થતા કિરણસિંહ દાયમા તેમજ લગધીરસિંહ ચુડાસમા હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.

 

(8:45 pm IST)