Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ડીસાના કંસારી પાસે દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્ટેબલ સહીત ત્રણ ઝડપાયા

પોલીસ ઉપર ગાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો

ડીસાના કંસારી પાસે ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી દારૂની હેરાફેરી કરતા એક પોલીસ કોન્સ્ટેબલ તથા તેના બે સાગરીતોને ઝડપી લીધા હતા.આ ઘટનામાં જયારે પોલીસે ગાડીને રોકવાની કોશીસ કરતા પોલીસ ઉપર ગાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

   રાજસ્થાનથી ખુદ પોલીસ બનાસકાંઠામાં દારૂ ઘુસાડી રહી હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનથી દારૂ ભરીને પોલીસ કોન્ટેબલ તેમજ તેના બે સાથીઓ બનાસકાંઠામાં આવી રહ્યા હોવાની ડીસા તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી ગામ પાસે નાકાબંધી કરી હતી. જે વખતે બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી ચાલકે પોલીસ પર ગાડી નાખી ભગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરી ગાડી ચાલક અને અંદર બેઠેલ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

 પોલીસે પૂછપરછ કરતા દારૂ સાથે ઝડપાયેલ આલાભાઈ બકુલીયા બનાસકાંઠા પોલીસ વિભાગમાં કોન્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું અને દારૂની હેરાફેરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસ કોન્ટેબલ આલાભાઈ બુકોલીયા સહિત ગાડીમાં બેઠેલ બે ઈસમોને ઝડપી જેલના હવાલે કર્યા હતા.જ્યારે ગાડીમાંથી રૂ.57 હજારનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી રૂ. 2.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

   આ અંગે ડીવાયએસપી ઋષિકેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે,પોલીસ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન દારૂ ભરલી ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાં દારૂ ઝડપાયેલ પોલીસ કોન્ટેબલ હાલ ફરજ મોકૂફ પર છે. જેની સામે ગુન્હો દાખલ કર્યો છે. તેની સામે પોલીસની ફરજ પર રુકાવટ કરવી અને દારૂની હેરાફેરીની એમ બે ગુન્હા દાખલ કર્યા છે.

(8:36 pm IST)