Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

કઠલાલ નજીક બાઈક સ્લીપ થતા ગોધરા તાલુકાના યુવાનનું કમકમાટી ભર્યું મોત

ગોધરા: તાલુકાના ગોલ્લાવ ગામમાં રહેતાં મનાભાઈ જીતાભાઈ કોળી (ઉં. ૩૨) અમદાવાદ ખાતે મકાનનું સેન્ટીંગ ગોઠવવાનું કામ કરતાં હોઈ અમદાવાદથી પોતાના ગામ ગોલ્લાવ અવરજવર કરતાં હતાં. ગતરોજ મનાભાઈ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો મોટરસાઈકલ નં જીજે ૧૭ બીબી ૯૦૭૭ લઈ અમદાવાદથી ગોધરા આવવા નીકળ્યાં હતાં. તે દરમિયાન કઠલાલમાં આવેલ સર્વોદય હાઈસ્કૂલ નજીકથી પુરપાટ ઝડપે પસાર થતાં હતાં. તે વખતે કોઈ કારણોસર મનાભાઈનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માતમાં તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું

(5:55 pm IST)