Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

આણંદ નજીક ત્રણ સ્થળેથી ચાર જેટલા બાઈકની ચોરી થતા પોલીસ તંત્ર સજાગ બન્યું

આણંદ: પંથકમાં સક્રિય થયેલી બાઈક ચોર ટોળી દ્વારા લાંભવેલ, આણંદ અને વિદ્યાનગરમાંથી કુલ છ બાઈકોની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. લાંભવેલની એક સોસાયટીમાંથી તો એક જ રાત્રીના સુમારે ચાર જેટલા બાઈકો ચોરાયા છે જેને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૧મી તારીખના રોજ રાત્રીના સુમારે કેટલાક બાઈક ચોરો લાંભવેલ ગામની શ્રીજીપાર્ક સોસાયટીમાં ત્રાટક્યા હતા અને વિનોદભાઈ ભુલાભાઈ સોલંકીનું બાઈક નંબર જીજે-૨૩, બીજી-૭૭૭૬, હર્ષલભાઈનું હોન્ડા સાઈન બાઈક નંબર જીજે-૨૩, એઆર-૬૩૭૦, નીરજભાઈનું હોન્ડા સાઈન બાઈક નંબર જીજે-૦૩, જેક્યુ-૭૮૩૮ તેમજ કેવરીલાલનું બાઈક નંબર જીજે-૨૩, બીઆર-૧૨૭૩નું ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા બનાવમાં આણંદના નાની ખોડીયાર ખાતે રહેતા નામેરી પુંજાભાઈ પ્રજાપતિએ ગત ૧૧મી તારીખના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એએ-૮૯૦૯નું નવા બસસ્ટેન્ડ પાછળ પાર્ક કર્યું હતુ જે બાઈક પણ કોઈ શખ્સ માત્ર અડધા કલાકની અંદર જ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે મુળ આબુ હાઈવે પાલનપુરના પરંતુ હાલમાં વિદ્યાનગરની હોસ્ટેલમાં રહેતા અભિષેક હર્ષદભાઈ જોશીએ ગત ૨૫મી મેના રોજ પોતાનું બાઈક નંબર જીજે૦૮, એસ-૯૧૭૫નું શાસ્ત્રી મેદાન પાસે પાર્ક કર્યું હતુ જે બાઈક પણ કોઈ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. 

(5:53 pm IST)