Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ગાંધીનગર જિલ્લામાં સ્પોર્ટ્સ ક્લબની આડમાં ધમધમતા જુગારધામને પકડી પોલીસે 2 શકુનિની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં હાલ દારૂ જુગારની પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે માણસાના લાકરોડામાં જયદાદા સ્પોર્ટસ ક્લબના ચાલતાં મસમોટા જુગારધામને ઝડપી પાડયું હતું અને ૧ર જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડી તેમની પાસેથી ૪૩૯૭૦ની રોકડ, ૧૧ મોબાઈલ અને પાંચ વાહનો મળી કુલ .૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારધામ ચલાવતો માણસાનો લીસ્ટેડ બુટલેગર હાથ આવ્યો નહોતો. જેને શોધવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે

રાજયમાં એક અઠવાડીયા સુધી દારૂ જુગારની બદીને ડામવા માટે રાજય પોલીસ વડાએ આપેલી સુચનાના પગલે જિલ્લા પોલીસ દ્વારા પણ આ બદીને અટકાવવા દોડધામ કરાઈ રહી છે. એલસીબી પીઆઈ નીરજ પટેલે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી જુગારના કેસો કરવા માટે તાકીદ કરી હતી.

(5:52 pm IST)