Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વાપીમાં પોલીસે બાતમીના આધારે ભંગારની આડમાં લઇ જવાતો 18 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વાપી:વા૫ીના મોરાઈ ચેકપોસ્ટ પર બાતમીના આધારે ભંગારના માલસામાનની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂ.૧૮ લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. કુલ રૂ.૨૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. માલ ભરાવનાર શખ્સે બારડોલી પહોંચ્યા બાદ જથ્થો કયા ઉતારવા તે અંગે ફોન પર જાણકારી આપવા જણાવ્યું હતું.

વાપી ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે સોમવારે રાત્રે વાપીના મોરાઈ ગામે ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક (નં.જેજ-૧૦-વી-૫૮૮૫) આવતા તેને અટકાવી હતી. ટ્રકમાં તપાસ કરતા આગળના ભાગે ભંગારનો જથ્થો ભરેલો મળી આવતા પોલીસ મુઝવણમાં મુકાઈ હતી. જોકે, સઘન તપાસ કરતા પાછળના ભાગે સંતાડેલી દારૂની ૬૨૪ પેટીઓ મળી આવી હતી.

(5:52 pm IST)