Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરતમાં હોસ્પિટલની સામે ઝુંપડ પટ્ટીમાં ધમધમતા દારૂના અડ્ડા પર પોલીસે છાપો મારી બે યુવાન સહીત એક વિધવાની ધરપકડ કરી

સુરત:પૂણા પોલીસની રહેમ નજર હેઠળ સ્મીમેર હોસ્પિટલ સામે આવેલી સોનિયા નગર ઝુપડપટ્ટીમાં ધમધમતા વિદેશી અને દેશી દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગત મોડી રાત્રે છાપો મારી રૂ.૬૧,૪૩૦ ની કિંમતનો વિદેશી અને દેશી દારૂ ઝડપી પાડી એક યુવાન અને એક વિધવાની ધરપકડ કરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં સ્મીમેર હોસ્પિટલ સામે આવેલી સોનિયા નગર ઝુપડપટ્ટીમાં બદામના ઝાડ પાસે છાપો માર્યો હતો. અહીં એક રૂમમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂનું વેચાણ થતું હતું

(5:51 pm IST)