Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરતમાં ઝઘડામાં છોડાવવું યુવાનને ભારે પડ્યું; બચાવનાર શખ્સે યુવાન પર જીવલેણ હુમલો કરી મોતનેઘાટ ઉતારતા હત્યાનો ગુનો દાખલ

સુરત: શહેરના સચીન સુડા સેક્ટરમાં રવિવારે મોડી રાત્રે ચાની લારી ઉપર ચા પીવા ગયેલા પશુપાલક યુવાને ચા વાળા સાથે ઝઘડો કરનાર યુવાનને છોડાવ્યો હતો. જોકે, થોડી વાર બાદ તે યુવાન લાકડાનો ડંડો લઈ આવ્યો હતો અને મને ચા વાળા પાસે કેમ માર ખવડાવ્યો તેમ કહી પશુપાલકના માથામાં ચારથી પાંચ ફટકા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ પશુપાલક યુવાનનું ગત રાત્રે મોત નીપજતા સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર બે યુવાનની ધરપકડ કરી હતી.

(5:49 pm IST)