Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વડોદરામાં કોર્પોરેશને લોકોને ચોખ્ખું પાણી આપવા માટે નિમેટા પ્લાન્ટના ફિલ્ટર 54 લાખના ખર્ચે બદલવાનું નક્કી કર્યું

વડોદરા: શહેરમાં નિમેટા ફિલ્ટર પ્લાન્ટમાંથી માટી વાળું અને દૂષિત પાણી છેલ્લા ચાર મહિનાથી મળતા છેવટે કોર્પોરેશન લોકોની ચોખ્ખું પાણી મળે તે માટે સફાઈ કાર્ય કર્યા બાદ પ્લાન્ટના ફિલ્ટર બદલવાનું નક્કી કર્યું છે અને તે માટે રૂપિયા 54 લાખ 72 હજારનો ખર્ચ થશે. 90 દિવસના સમયમાં ત્રણેય પ્લાન્ટના ફિલ્ટર બદલી નાખવાની મુદત નક્કી કરાઇ છે.

આજવા સરોવર થી આવતા પાણીને ચોખ્ખું કરવા માટે નિમેટા ખાતે જુદી જુદી કેપેસીટીનો ત્રણ ફિલ્ટર પ્લાન્ટ છે ત્રણેય પ્લાન્ટમાંથી પાણી ચોખ્ખું કરી ને વડોદરાને આશરે 14 કરોડ લીટર રોજનું અપાય છે પાણી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને આપે છે જાન્યુઆરી મહિના બાદ નિમેટા પ્લાન્ટમાં શેવાળ અને લીવ વગેરે આવી જતા વિસ્તારોને પાણી પીળા રંગનું અને ગંદુ મળવાનું ચાલુ થતા હોબાળો મચાવ્યો હતો.

(5:49 pm IST)