Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ દ્વારા રૂ. ૧.૬૦ લાખની સાડીઓની ચોરી

અમદાવાદ : ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ રૂ. ૧.૬૦ લાખની સાડીઓ ચોરીને જતી રહેતા પોલીસ ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદનાં જાણીતા સ્ટોર રિતુકુમારમાં પાંચ જેટલી મહિલાઓ પ્રવેશી હતી અને જુદી જુદી ડીઝાઇનર સાડીઓ ખરીદવા માટે જોઇ હતી.

ત્યારબાદ આ મહિલાઓ રૂ. ૧.૬૦ લાખની કિંમતની ર ડિઝાઇનર સાડી લઇને નાસી છૂટી હતી.

સ્ટોરના આસી. મેનેજર શાહીન મંડોસરવાલાએ કહયું કે, આ પાંચ લોકોમાં ચાર મહિલા હતી અને ૧ પુરૂષ હતો. પાંચેય સ્ટોરમાં ગ્રાહક બનીને પ્રવેશ્યા હતા અને હિંદીમાં વાતની શરૂઆત કરી હતી. બે મહિલાઓ અને એક પુરૂષે અમારા સ્ટાફને વાતોમાં ફસાવી રાખ્યા અને અન્ય બે મહિલાઓ આઉટફીટ જોતા જોતા સ્ટોરમાં ફરવા લાગી. બીજા દિવસે સીસી ટીવી કેમેરાના રેકોર્ડિંગમાં સામે આવ્યું કે આ મહિલાઓએ પોતાના લાંબા કુર્તા નીચે બે સાડીઓ છૂપાવીને ચોરી ગયા હતાં.

(5:27 pm IST)