Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બનાસકાંઠા પંથકના ખેડુતનું માનવતાવાદી કાર્યઃ ૮ દિવસથી ભુખી ગૌમાતાઓ માટે બાજરીનો પાક ખુલ્લો મુકી દીધો

બનાસકાંઠા : હાલ એક વીડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થઇ રહયો છે. જેમાં આઠ દિવસથી ભુખી માલધારીઓની ૩૦૦ ગાયોને પોતાના ખેતરોમાં ઉભેલા બાજરીના પાકમાં વાળી દેશે અને ભુખી ગાયોને બાજરી ખવડાવીને માનવતાવાદી કાર્ય કરે છે. ત્યારે માલધારીઓ આ ખેડુતનો આભાર માને છે. જો કે આ વીડીયો વાઇરલ થયા બાદ અનેક ખેડુતો સામે આવી રહયા છે અને દાવો કરી રહયા છે કે આ માનવતાવાદી ધર્મનું કામ તેઓએ કર્યુ છે.

સોશ્યલ મીડીયામાં ખેતરમાં ગાયો ચરાવવાનો વિડીયો વાઇરલ થયા બાદ આ દિલદાર ખેડુતની ચારેકોરથી પ્રશંસા થઇ રહી છે. ત્યારે આ પુણ્યનું કામ તેઓએ કર્યુ છે તેવો દાવો અનેક ખેડુતો કરી રહયા છે. આ વિડીયો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામનો છે. ખોડા ગામના ખેડુત શિવાભાઇ ચૌધરીના ખેતરમાં માલધારીઓની ગાયો ચરતા જોવા મળી. આ ધર્મનેંુ કામ શિવાભાઇ પટેલે કર્યુ હતું અને તેમને જ પોતાના ખેતરની ઉભેલી બાજરીમાં ગાયો ત્રણ દિવસ ચરાવી હતી.

આજના યુગમાં કોઇ વ્યકિત કોઇને મદદ કરે તેમ નથી. ત્યારે બનાસકાંઠામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં પોતાના અઢી વિઘા જેટલા ખેતરમાં ઉભેલી બાજરી ભુખી ગાયોને ખવરાવી દેનાર ખેડુતે કહયું કે અહીથી ૩૦૦ જેટલી ગાયો માલધારીઓ લઇને જતા હતા અને તે આઠ દિવસથી ભુખી હોવાની વાત મને ખબર પડી હતી. તરત મેં  જ મારી સાથે રહેલા નારણને માલધારીઓને બોલાવવાનું કહયું અને નારણ માલધારીઓ અને ગાયોને ખેતરમાં લઇને આવ્યો હતો.

(5:25 pm IST)