Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઇજનેરીમાં પ્રવેશ માટે ૩૪૦૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાઃ ૩૯૦૦૦ બેઠકો ખાલી જ રહેશે

ફાર્મસી ક્ષેત્રે ૭૦૦૦ જગ્યાઓ સામે ૧૬૦૦૦ ઉમેદવારો

રાજકોટ તા. પ : ગુજરાતમાં ડીગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત ગઇકાલે પૂરી થતા ૩૪ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. હવે એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી થશે. ફાર્મસી ક્ષેત્રે ૭ હજાર જગયાઓ સામે ૧૬ હજાર જેટલા દ્યિાર્થીઓએ ફોર્મ ભર્યા છે કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો.

એન્જીનિયરીંગમાં ર૦ સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ ૧૩૭ કોલેજો છે ગયા વર્ષે ૩૦ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી.

આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને ૭૩ હજાર થઇ ગઇ છે. ૩૪ હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.ે તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ ૩૯ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે તા.૧૨ જુને કામચલાઉ મેરિટ લીસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. ૧૬ સધુીમોક રાઉન્ડ માટે ચોઇસ ફીલીંગ (કોલેજ પસંદગી) કરી શકાશે. તા. ૧૯મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર થશે તા.૧૯ થી ર૩ જુન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર૬મીએ કોલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે.

આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડીગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર૦૧૯ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૪ ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરીફીકેશન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરેલ છ અને આવા ઉમેદવારોએ  જો રજીસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયુશન ફી માફી યોજના માટે આવકનું  પ્રમાણ પત્ર રજુ કરેલ ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણ પત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમજ ટયુશન ફી માફી યોજના (TFW) માટે સુધારા કરાવવા હોય તો, તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને Edit Registration Form ભરી તા. ૮/૬/ર૦૧૯ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમા કરાવવા જણાવવામાં આવે છે. ત્યાર બાદ કોઇપણ પ્રકારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી વધુ માહિતી માટે સમિતિની વેબસાઇટ www. jacpcldce.ac.in  વખતો વખત જોવા વિનંતી

(4:21 pm IST)