Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં ગંભીર બેદરકારી : પાટો કાપતી વેળાએ માસુમ બાળકીનો અંગુઠો કપાયો : નર્સ ફરાર

પોતાની લાડકવાયીની અંગૂઠો કાપી દેતાં પરિવારજનોમાં ભારે રોષ

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક નર્સની બેદરકારીથી એક માસુમ બાળકીનો અંગૂઠો કપાયો છે.બાળકીની આંગળીનો ભાગ કાપી નાખનાર સિસ્ટર સોનાલીબેન પટણી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગઈ હોવાનું કહેવાય છે

   આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં  છ મહિનાની બાળકીના હાથનો પાટો કાપવા જતાં અંગૂઠો કાપી દીધો હતો. આ ઘટના બાદ બાળકીનાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં અવારનવાર લાપરવાહીના કિસ્સાઓ સામે આવતાં રહ્યા છે.જેમાં પણ આજે પણ જે કિસ્સો બહાર આવ્યો છે. તેણે ખળભળાટ મચાવી દીધી છે. માત્ર છ મહિનાની બાળકી માહેનૂરની હાથે પાટો કાપવાનો હતો. પણ વીએસની નર્સે કાતર વડે પાટો કાપવાને બદલે માસૂમ બાળકીનો અંગૂઠો જ કાપી નાંખ્યો હતો.

  પોતાની લાડકવાયીની અંગૂઠો કાપી દેતાં પરિવારજનો શોકમાં છે, તો બીજી બાજુ નર્સ સામે ભારોભાર આક્રોશ છે. પોતાની ડ્યુટીમાં ગંભીર બેદરકારી દાખવનાર નર્સને કારણે એક માસૂમને જિંદગીભરનો વસવસો રહી જશે.

(2:12 pm IST)