Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નવસારીમાં મુસ્લિમ મહિલાને તેનો પતિ જાહેરમાં ત્રણવાર તલ્લાક કહીને જતો રહ્યો : પોલીસ ફરિયાદ

પૈસાની માંગણી નહીં સંતોષાતા પિયર મૂકીને જતો રહેલ :અચાનક આવીને જાહેરમાં તલ્લાક કહી દીધા

નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરામાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. જોકે, પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે.

 મળતી માહિતી પ્રમાણે પરિણીતા પાસે તેના સાસરિયાઓ વારંવાર રૂપિયાની માંગણી કરતા હતા. પૈસા ન મળતા પતિ પરિણીતાને પિયરમાં મૂકીને જતો રહેતો હતો. પરિણીતાને છેલ્લીવાર પિયરમાં મૂકીને ગયા બાદ ફરીથી લેવા જ ન આવ્યો.

એક દિવસ અચાનક આવીને પરિણીતાને જાહેરમાં તલાક તલાક તલાક કહીને જતો રહ્યો હતો. જેના કારણે પરિણીતાએ પોલીસનું શરણું લીધું છે

(1:09 pm IST)