Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર, કોર્પોરેશનના ઝોનલ ઓફીસર અને જીઈબીના અધિકારીની ધરપકડ

૨૧ છાત્રોના કરૂણ મોત બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા

રાજકોટ, તા. ૫ : સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવી દેનારા સુરતના તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં સરકાર હવે ગંભીરતાથી આકરા પગલા ભરી રહી છે.

બહુચર્ચિત તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ માસૂમોની જિંદગીનો ભોગ લેવાયો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક બિલ્ડર, મનપાના બે અધિકારી અને ડીજીવીસીએલના એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જરૂરી ધારાધોરણ પ્રમાણે મંજૂરી મેળવ્યા વગર તક્ષશિલા બિલ્ડીંગનું ગેરકાયદે બાંધકામ કરવા બદલ તક્ષશિલા બિલ્ડીંગના ભાગીદાર બિલ્ડર રવિન્દ્ર કહારની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત મનપાના બે અધિકારીઓમાં એક તત્કાલીન વરાછા ઝોન અને હાલ રાંદેર ઝોનના એકિઝકયુટીવ એન્જિનિયર જયેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક ડીજીવીસીએલના અધિકારી દિપક નાયકની પણ ધરપકડ કરી છે. જે સરથાણા સબ ડિવીઝનના નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે.

(11:59 am IST)