Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રાલયમાં પશુ - પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કુલર અને ગ્રીનનેટ ખાસ વ્યવસ્થા

પ્રાણીઓ માટે પાણીના ફુવારા તેમજ સ્નો પાઈપ પણ લગાડાઇ

અમદાવાદ :અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે કુલર અને ગ્રીનનેટ જેવી ખાસ વ્યવસ્થા કરાઈ છે હાલમાં કાળઝાળ ગરમીમાં સીધો તાપ પ્રાણીઓને પણ નુકશાનકર્તા હોઈ અકળામણ અનુભવે છે.ત્યારે અમદાવાદના કમલાનહેરુ પ્રાણીસંગ્રાહાલયમા પશુઓ-માટે કુલર મુકવામા આવ્યા છે તેમજ ગરમી ના લાગે તે માટે પાણીના ફુવારા તેમજ સ્નો પાઈપ પણ લગાવવામાં આવી છે. જેના કારણે વાઘ,સિંહ,દીપડા તેમજ હાથી જેવા પ્રાણીઓને વધુ ગરમીની અસર ન થાય.

 

પ્રાણીઓના પાંજરામાં પાણીના હોજ બનાવામાં આવ્યા છે જેથી તેઓના પાંજરામાં સીધો સુર્યપ્રકાશનાં જાય અને તેઓના પાંજરાની આજુ બાજુમાં આવેલા વ્રુક્ષો પર પણ પાણીનો વધારે છંટકાવ કરવામાં આવે છે જેથી તેઓને ગરમીનો રક્ષણ મળી શકે. આ ઉપરાંત પ્રાણીઓને ડી-હાઈડ્રેશન ન થાય તે માટે તેમને સતત વોચ રાખવામાં આવે છે. સાવચેતીના ભાગરૂપે રાત્રી દરમ્યાન પણ પ્રાણીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.

(11:19 pm IST)