Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સાણંદમાં બોથડ પર્દાર્થ મારી ધર્મેન્દ્રસિંહની હત્યા મામલે આરોપી અંકિત પટેલ અને તેની પ્રેમિકા મુન્નીની ધરપકડ

લવ ટ્રાઈ એંગલ પ્રેમમાં હત્યા થયાનું ખુલ્યું :મૃતકના ધાબામાં મુન્ની નામની વિધવા રોટલી બનવાનું કામ કરતી ;અંકિત ટ્રકચાલક હતો

અમદાવાદ: સાણંદમાં માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ધર્મેદ્ર સિંહ ઝાલાની થયેલ હત્યાનો ભેદ સાણંદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી અંકિત પટેલ સાથે તેની પ્રેમિકા મુન્નીની ધરપકડ કરી છે લવ ટ્રાઈ એંગલ પ્રેમમાં હત્યા થયા હોવાનુ સામે આવ્યુ છે.

  અંકિતે પ્રેમ પ્રકરણમાં સાણંદ મુક્તિધામ પાસે ધર્મેદ્ર સિંહ ઝાલા નામના યુવકને માથાના ભાગે લાકડાના ફટકા મારીને મોતના ઘાટ ઉતારી દીધો હતો મરનારના ઢાબા પર મુન્ની નામની વિધવા મહિલા રોટલી બનવાનું કામ કરતી હતી. મુન્ની અને ધર્મેદ્ર સિંહ પરિચયમાં આવ્યા હતા તે દરમ્યાન આરોપી અંકિત પટેલ જે ટ્રક ચલાવતો હતો તે પણ છેલ્લા 3 વર્ષથી મુન્નીના પ્રેમમાં હતો અને જેને લઈને ધર્મેદ્ર સિંહ વારંવાર મુન્નીને અંકિત સાથે સબંધ તોડી નાખવાનું કહેતો હતો. અને તેને લઈને વારંવાર બોલાચાલી પણ થતી હતી.

 

 પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે, મૃતક વારંવાર મુન્નીને અંકિત પટેલ સાથે સંબધ નહિ રાખવાનું કહેતા મુન્ની ઢાબા પર રોટલી બનવાનું પણ બંધ કરી નાખ્યું હતું. રવિવાર રાતે મુન્ની અને ધર્મેદ્ર સિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી જેને લઈને મુન્ની પોતાના પ્રેમી અંકિત પટેલને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા અંકિત પટેલે ધર્મેદ્ર સિંહ ઝાલાનો કાટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.

(9:59 am IST)