Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમદાવાદના રિવરફ્રન્ટના ફનપાર્કના સંચાલક મિતેષ ધાંગધરીયા સામે બેદરકારી મામલે ફરિયાદ

ટાવર રાઇડમાં 28 લોકો ફસાઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા હતા :પરમિશન કરતા વધુ રેડો હતી

અમદાવાદના રિવરફ્રન્ટમાં ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

     અત્રે ઉલ્લેખનીય છે કે, 10 જેટલી રાઈડની જ અગાઉ પરમીશન મેળવેલી હતી. બાકી ટાવર રાઈડની પરમિશન મેળવવા માત્ર અરજી આપી ફન પાર્ક તરફથી આપીને આંખ્યું આયોજન શરૂ કરી દેવાયુ હતું. પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે, ફનપાર્કમાં પરમિશન કરતા વધુ રાઈડો ચાલુ રાખવામાં આવી હતી. . 

    જોકે પાર્કિંગ અને સિક્યોરિટી અંગેનો અભિપ્રાય પોલીસ આપી ચુકી હતી. હાલ તો સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરાઇ છે. ત્યારે તપાસમાં માલિકની સંડોવણી બહાર આવશે તો તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં  આવશે.

(12:18 pm IST)