Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વુડાના બે અધિકારીઓ 1,25 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

પ્લોટ વેલિડેશન માટે 1,25 લાખની લાંચ માંગી હતી :એસીબીની ટ્રેપમાં ઝડપાઇ ગયા

વડોદરા ;વડોદરાની વુડાની કચેરીમાં એસીબીની ટ્રેપમાં બે અધિકારીઓ લાંચ લેતા રંગે હાથેઝડપાયા હતા.

   મળતી માહિતી મુજબ વુડાની કચેરીમાં વુડાના ચીફ એક્ઝીક્યુટીવ ઓથોરિટી એન.સી. શાહ અને જુનિયર ટાઉન પ્લાનર શૈલેષ પટેલ ફરજ બજાવે છે. તેમણે એક વ્યક્તિ પાસે વુડાના પ્લોટ વેલીડેશન માટે 1.25 લાખની લાંચ માંગી હતી જોકે, આ અંગે જાગૃતિ નાગરિકે એસીબીને જાણ કરી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ ટ્રેપ ગોઠવી હતી.
   એસીબીની ટ્રેપમાં એન.સી. શાહ અને શૈલેષ પટેલ રૂ.1.25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. આ અંગે એક અધિકારીની વધુ પૂછપરછ હાથધરી હતી

(9:45 pm IST)