Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરત અગ્નિકાંડઃ ક્લાસીસમાં વીજ જોડાણ ગેરકાયદે હોવાનો ધડાકો :વધુ ચારની ધરપકડ

બિલ્ડરના ભાગીદાર,કોર્પોરેશનના એક્ઝિ, એન્જીનીયર રેગ્યુલાઇઝ કરનાર પી,ડી,મુન્શી અને બીજા એક્ઝિ,એન્જીનીયર જયેશ સોલંકી અને DGVCL ના દિપક નાયકની ધરપકડ

સુરતના અગ્નિકાંડની ઘટનામાં વધુ ચાર લોકોની ધરપકડ કરાઈ છે આ અંગે માહિતી આપતાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે ક્લાસીસમાં વીજ જોડાણ ગેરકાયદેસર હતું. આથી DGVCLના કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં અત્યારસુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનર શતીસ શર્માએ જણાવ્યું કે સુરતમાં સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આરકેડમાં લાગેલી આગમાં 22 બાળકોનાં મોત થયા હતા. આ ઘટનામાં કલમ 304 ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં વધુ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
  ધરપકડ કરાયેલા શખ્સોમાં જેમાં એક રવિન્દ્ર કહાર જે બિલ્ડિંગમાં ભાગીદાર છે, બીજા પી ડી મુનસી કે જેઓ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટિવ એન્જીનિયર છે, જે તે વિસ્તારના ઇન્ચાર્જ હતા. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં ઉપરના માળને રેગ્યુલરાઇઝ કરવાની જવાબદારી પી ડી મુનસીની હતી, મુનસીએ સ્થળ પર જઇને ચકાસણી કર્યા વગર મંજૂરી આપી દીધી હતી. બીજા કોર્પોરેશનના એક્ઝિક્યુટીવ એન્જીનિયર જયેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.
  ચોથા આરોપી દિપક નાયક જે DGVCLના સરથાણા ડિવિઝનના નાયબ એન્જીનિયર હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. જે બિલ્ડિંગમાં આગ લાગી તેમાં કાયદેસરનું વીજ જોડાણ હતું જ નહીં, બિલ્ડિંગમાં મોટા પાયે એસી સહિતના ઇલેક્ટ્રીક ઇક્વિપમેન્ટ્સ હતા, લાંબા સમયથી ચાલતા આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર વીજ જોડાણ હતું આ અંગે તપાસ કરવાની જવાબદારી દિપક નાયકની હતી. આ બિલ્ડિંગ પાસેના ટ્રાન્સફોર્મર ખરાબ હાલતમાં હતા.આગ લાગ્યા પછી પણ લાંબા સમય સુધી વીજ જોડાણ બંધ કરવામાં આવ્યું ન હતું.

(9:35 pm IST)